Saturday, June 1, 2019

ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, 6 હજારની યોજનામાં કર્યા આ ફેરફાર

ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, 6 હજારની યોજનામાં કર્યા આ ફેરફાર

મોદી સરકારની આજે પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારના પ્રથમ નિર્ણયમાં ખેડૂતોને મોટી ભેટ મળી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનો વ્યાપ વધારી દેશના તમામ કિસાનોને આર્થિક સહાય આપવા અંગે મંજૂરી આપી છે. ખેડૂતોને અનુલક્ષીને બે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 12.5 કરોડ ખેડૂતો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે આ યોજના હેઠળ બે હેક્ટર ધરાવતા માલીકોનો પણ નિયમ હટાવી દેવામાં આવતા તે લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે. આજના નિર્ણય બાદ વધુ બે કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. દર વર્ષે આ યોજના પાછળ કુલ 75,000 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો, જે યોજનાનો વ્યાપ વધારાતા હવે તે ખર્ચ વધીને 87,000 કરોડ રૂપિયા થશે.


જમીન વિનાના ખેડૂતોને પણ આ યોજનામાં લાભ મળી શકે છે. આ ઉપરાંત 60 વર્ષથી વધુની ઉંમરના નાના અને મધ્યમ ખેડૂતોને પેન્શન આપવાનો નિર્ણય પણ લેવામાં આવી શકે છે. આ યોજનાની જાહેરાત સરકારે ગત વર્ષે તેના અંતિમ બજેટમાં કરી હતી. જેને લાગુ પણ કરી દેવામાં આવી છે અને પ્રથમ રાઉન્ડમાં 2.25 કરોડથી વધુ કિસાનોને આ યોજના હેઠળ નાણાં પુરા પડાયા છે. વાર્ષિક 3 ભાગમાં ખેડૂતોને રૂપિયા 6,000ની ચુકવણી કરવાશે. અત્યાર સુધી આ યોજનામાં બે હેક્ટર ધરાવતા જમીનના માલીક નાના અને મધ્યમ ખેડૂતોને જ સામેલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે હેક્ટર ધરાવતા જમીનના માલિકનો નિયમ હટાવી દેવામાં આવ્યો છે.

ચૂંટણી સંકલ્પ પત્રમાં ભાજપે દેશના તમામ ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. સરકારે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માટે 75,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. 2015ના ખેડૂતોની વસ્તી ગણતરી અનુસાર દેશમાં લગભગ 12.6 કરોડ નાના અને મધ્યમવર્ગના ખેડૂતો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આ યોજનાનો વ્યાપ વધારીને તમામ ખેડૂતો સુધી પહોંચાડવાનું વચન આપ્યું હતું.

કેબિનેટની પ્રથમ પ્રેસ કોન્ફરમાં પ્રકાશ તાવડેકરે જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય, બિમારી અને તેમના સ્વાસ્થ્ય માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કુલ 13,000 કરોડ રૂપિયા ફાળવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો નાના વેપારીઓ અને દુકાનદારોને પણ ધ્યાને રાખી તે લોકોને પણ આગામી ત્રણ વર્ષમાં વિવિધ સહાયક યોજનાનો લાભ મળી શકે છે.

No comments:

Post a Comment

rent a bike in goa- easy or not

How to rent a bike in Goa ..? now days it's easy to rent a bike in goa . After 8 back to back trips to Goa in last six years, Y...